વર્લ્ડ બેન્ક પ્રથમ વાર કોઈ સ્થાનિક સંસ્થામાં રોકાણ કરી રહી છે. વર્લ્ડ બેંકે AMCને બોન્ડ પેટે ધિરાણ આપવા માટે MOU થયા છે. આજ રોજ વર્લ્ડ બેંકના વડાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. CM સાથેની મુલાકાત દરમિયાન રોકાણ મુદ્દે ચર્ચા થઇ હતી. જેમાં 5 વર્ષ દરમિયાન પર્યાવરણ જાળવણી માટે થશે રૂ.7000 કરોડનું રોકાણ થશે. વર્લ્ડ બેંકની ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન સાથે CM રૂપાણીની હાજરીમાં AMCએ પર્યાવરણ મામલે MOU કર્યા છે.
જેમાં મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 2019થી 2024 દરમ્યાન 7 હજાર કરોડના રોકાણનો લક્ષ્ય છે. ક્લાઈમેટ ચેંજથી આડઅસરો, પ્રદૂષણ ઘટાડવા માટે સ્ટ્રેટેજી બનશે. પર્યાવરણને લગતા અલગ અલગ વિષયો પર ટેક્નિકલ સહાય મળશે. ટેક્નિકલ ડિઝાઇન અને નાણાકીય સહાય માટે PPP ધોરણે મદદ મળશે.
મહત્વનું છે કે AMCએ આ વર્ષે પોતાના વિવિધ પ્રોજેક્ટ માટે 200 કરોડના બોન્ડનું રોકાણ NSEમાં કર્યું છે. હવે તે વર્લ્ડ બેન્ક પાસેથી બોન્ડ પેટે ધિરાણ લઇ રહી છે. તો વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યુ છે કે AMC પાસે 600 કરોડથી વધુ રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે પડી છે તો બીજી સંસ્થાઓમાંથી ધિરાણ લેવાની શું જરૂર છે?