વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા તૈયાર થઇ ગયુ છે. 24મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) હસ્તે ઉદ્દઘાટન થવાનું છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની (Motera Cricket Stadium) બેઠક ક્ષમતા 1 લાખ 10 હજારની છે.
63 એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શક એક સાથે બેસીને મેચની મજા માણી શકશે. જ્યારે આ પ્રોજેક્ટ 700 કરોડ રૂપિયા છે અને તેનું નિર્માણ ટેન્ડર એલએન્ડટી કંપનીને આપવામાં આવ્યું છે. મોટેરામાં ત્રણ પ્રેક્ટિસ મેદાન સિવાય એક ઇન્ડોર ક્રિકેટ એકેડમી પણ હશે. આ સ્ટેડિયમની ડિઝાઇન આર્કિટેક્ટ પોપુલસે કરી છે, જેમને મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ ડિઝાઇન કર્યુ છે.
સ્ટેડિયમની ખાસ વાતો
– વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ક્લબ હાઉસ, ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પૂલ અને એક ઇન્ડોર ક્રિકેટ એકેડમી પણ બનાવવામાં આવી છે.
– સ્ટેડિયમનું સ્ટ્રક્ચર એવુ છે કે જ્યારે પણ કોઇ ખેલાડી બાઉન્ડ્રી મારે તો સ્ટેડિયમમાં બેઠનાર દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રીને જોઇ શકશે.
– કાર અને સ્કૂટરની પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 4 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલર વાહનની પાર્કિગની વ્યવસ્થા છે.
– આ સિવાય 75 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે
– પ્રથમ વખત કોઇ સ્ટેડિયમમાં એલઇડી લાઇટ લગાવવામાં આવશે
– સ્ટેડિયમની પાસે મેટ્રો લાઇન પણ છે
– સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે
મહત્વપૂર્ણ છે કે વર્તમાનમાં વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના અધ્યક્ષ પદે રહેતા સમયે મોટેરામાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તૈયાર કરાવવાનું સ્વપ્ન જોયુ હતું. વડાપ્રધાન બન્યા બાદ મોદીના આ સપનાને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અને જીસીએ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) આગળ વધાર્યુ છે. નવા સ્ટેડિયમનું ભૂમિપૂજન જાન્યુઆરી 2016માં કરવામાં આવ્યુ હતું અને હવે તે તૈયાર થઇ ગયુછે.