દિલીપ પટેલ
અમદાવાદ 5 સપ્ટેમ્બર 2023
AIMS (RAJKOT) કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં એક એઈમ્સ બનાવવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં તે 2014માં કામ શરૂ થઈ જવું જોઈતું હતું. પણ ભાજપના નેતાઓ પોતાના વિસ્તારમાં એઈમ્સ હોસ્પિટલ લઈ જવા માટે 5 વર્ષ સુધી અંદરો અંદર જાહેરમાં લડતાં રહ્યાં હતા. બનાવવાની જાહેરાત થઈ પણ હોસ્પિટલ બનવામાં 1 વર્ષનો વિલંબ થયો છે. આમ ગુજરાતને 6 વર્ષ મોડી એઈમ્સ મળી છે.
2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કર્યો હતો. પણ 2023માં સપ્ટેમ્બર પછી થઈ શકશે કે કેમ તે નક્કી નથી. કારણ કે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મોદીને પૂછ્યા વગર ડો.વલ્લભ કથિરીયાને એઈમ્સના હેડ બનાવી દીધા હતા. પછી તેને એકાએક હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. એક સપ્તાહ અગાઉ ડૉ. વલ્લભ કથીરિયાની નિમણૂંક કરવામાં આવી હતી. પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. જેને આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. આખરે એવું તે શું બન્યું કે, સન્માન સમારોહ યોજાય તે પહેલા જ ડોક્ટર કથીરિયાએ રાજીનામું આપી દેવું પડ્યું. ડો. કથીરીયા જે એઈમ્સના 48 કલાક માટે પ્રેસીડેન્ટ રહ્યા.
ડોક્ટર કથીરિયાએ જાહેર કર્યું હતું કે, પ્રમુખ પદ મને આપવામાં આવ્યું હતું, માગ્યું ન હતું. જો કે, શું ટેકનિકલ કારણ છે તેની માહિતી હજુ બહાર આવી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એઈમ્સ હોસ્પિટલ ખાતે એક સમીક્ષા બેઠક કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને વડાપ્રધાને દિલ્હી દરબારમાં હાજર થવા માટે આદેશ આપતાં તેઓ દિલ્હી ગયા હતા. તેની મુલાકાતના અંતે આ રાજીનામા સ્વીકારનો પત્ર ‘લીક’ કરાયો હતો. ગુજરાતમાં આગામી દિવસમાં રાજકીય-વહીવટી ફેરફાર પણ શકય છે. 16 ઓગસ્ટે નિમણુંક આપી, 20 ઓગસ્ટના રોજ રાજીનામું લઈ લેવાયું અને 25 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે. જોકે રાજીનામુ શા કારણે લઈ લેવામાં આવ્યું તે દેન્દ્રની મોદી કે ગુજરાતની પટેલ સરકારે જાહેર કર્યું નથી.
જૂન 2023માં એઇમ્સનું 60 ટકા જેટલું બાંધકામ થયું હતું. 1,58,879 ચો. મી. ના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચો. મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલું હતું. 2023ના ઓક્ટોબર મહિના સુધીમાં પૂર્ણ કરવાનું હતું. પણ તેમ થઈ શક્યું ન હતું,
એઇમ્સનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ અધૂરું મૂકી રવાના થયાનુ સૂત્રો જણાવી રહ્યા છે. સેલરનું કામ પડતું મૂકીને કોન્ટ્રાક્ટર રવાના થયોહતો.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ – એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ફાળવી દેવાતાં ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું. વડોદરા અને રાજકોટ વચ્ચે આ હોસ્પિટલ લાવવાની રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી. ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા હતા. 2014માં એઈમ્સ ગુજરાતને મળી ગઈ હોત, પણ ભાજપના નેતાઓ અંદરોઅંદર લડતાં રહ્યાં હોવાથી તેને મંજૂરી આપવામાં સાડા ચાર વર્ષનો વિલંબ થયો હતો. આ લડાઈ ઠારવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિષ્ફળ રહ્યાં હતા.
ગુજરાત રાજ્યમાં AIIMS- ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) માટે ઘણા સમયથી માંગ સાથે વિવાદ પણ રહ્યો હતો. 2019માં મોદીને પાંચ વર્ષ પૂરા થવામાં હતા ત્યારે કેન્દ્ર સરકારે છેલ્લાં દિવસોમાં તેની જાહેરાત કરવી પડી છે. આમ ભાજપે આંતરિક લડાઈમાં ગુજરાતને ઘણું નુકસાન કરી દીધું હતું. એઈમ્સમં હજુ પણ આ લડાઈ ચાલી રહી છે.
વડોદરા અને મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યો સૌરાષ્ટ્રને એઈમ્સ ન આપવા કહી રહ્યાં હતા. સાત ધારાસભ્યોએ એકઠા થઈને પોતાના પક્ષ સામે યુદ્ધ છેડી લીધું હતું. માત્ર ને માત્ર વડોદરાને જ હોસ્પિટલ મળવી જોઇએ તેવુ છાતી ઠોકીને પોતાના પક્ષની સામે ઊભા હતા. ગાંધીનગર ખાતે વડોદરા માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ મુખ્યમંત્રીને મળવા ગયા હતા. સ્પષ્ટ કહી દીધું હતું કે વડોદરામાં જ એઈમ્સ આપો. તેમની સાથે ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત 7 ધારાસભ્યો જોડાયા હતા.
ગુજરાત વિધાનસભામાં ગુજરાતમાં AIIMS અંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુંે કે, AIIMS ને ભૌગોલિકવાદનો વિવાદ ન બનાવો.
ભાજપના કેટલાંક ધારાસભ્યો એવું માનતા રહ્યાં છે કે, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટના હોવાના કારણે પક્ષપાતી નિર્ણય કરી એઈમ્સ રાજકોટ લઈ ગયા હતા. તેઓ માનતાં હતા કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આવી હોસ્પિટલની જરૂર છે.
અંદાજે રૂ.1250 કરોડના ખર્ચે 750 પથારીની એઈમ્સ હોસ્પિટલ બનતાં ચાર વર્ષ થવાના હતા. રાજકોટ નજીક જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનમાં એઈમ્સ બનાવવામાં આવશે. એઈમ્સમાં 22 સુપર સ્પેશ્યાલીટી વિભાગો સાથે દરેક પ્રકારના રોગોમાં સારવાર હશે. 225 સુપર સ્પેશ્યાલિટી બેડ, 75 ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં 30 બેડ ઉપલબ્ધ થશે.
એઈમ્સની મેડીકલ કોલેજમાં 100, બીએસસી-નર્સિંગની 60 બેઠકો મળશે.
એઈમ્સ રાજકોટને આપી હોવાની વાત જાહેર થયા બાદ પાંચ દિવસ પછી એકાએક રાજકીય આંદોલન કરવાની વાત ભાજપના માજંલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કરી હતી. એઈમ્સ મામલે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ લડતની ચિમકી આપી હતી.
દેશમાં 13 નવી એઈમ્સની જાહેરાત કરવામાં આવી , જેમાં આઠ પર કામ શરુ કરાયું હતું. રાજકોટ પાછળ રહી ગયું છે.
ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.
ખંઢેરી ગામ પાસે 200 એકરના બદલે માંડ 120 એકર જમીન મળી છે. જેમાં વૈશ્વિક કક્ષાની AIIMS છે. સંકુલમાં કુલ 16 લાખ સ્ક્વેરફીટ બાંધકામ છે. 2 કરોડ લોકોને ફાયદો થશે. હોસ્પિટલની 25 માળની ઈમારત છે. કુલ 25 ઈમારતના આયોજનને મંજૂરી મળી છે. મુખ્ય ઈમારતમાં ભોયરા સાથે કુલ 5 માળનું બાંધકામ છે.
77,435 ચો. મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15 થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ છે. 27,911 ચો. મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2335 ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
2017-18ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી. ડિસેમ્બર,2020માં ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં ડિસેમ્બર 2021થી 14 સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં 1 લાખ નાગરિકોએ ઓપીડી સારવાર આપી હતી. 2 લાખ નાગરિકોએ ટેલીમેડીસીન આપવામાં આવી હતી. આમ હોસ્પિટલ તો ચાલું થઈ ગઈ છે. હવે વડાપ્રધાન ઉદઘાટન કરવા માટે નાટક કરાશે. દેશમાં ઉદઘાટનો કરવા તે રાષ્ટ્રપતિનું કામ હોય છે. કારણ કે વડાપ્રધાનનો સમય બચે. પણ દેશમાં દરેક રાજ્યમાં વડાપ્રધાન પોતે ઉદઘાટનો કરી રહ્યાં છે. કિંમતી સમય બરબાદ કરીને વિદેશી પ્રવાસો, ચૂંટણી પ્રવાસો અને હવે તેઓ ઉદઘાટનોના વડાપ્રધાન તરીકે જાણિતા થયા છે.
પ્રાથમિક તબક્કે 250 બેડની ઈન્ડોર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. તેમ ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ ડો. પુનિત અરોરાએ જણાવ્યું હતું. AIIMS હોસ્પિટલના ડિરેકટરે રસ્તા, પાણી અને વીજળીની સમસ્યા હોવાનું જણાવ્યું. પ્રાથમિક સુવિધા ઝડપથી મળે અને શ્રમિકોની સંખ્યા વધે તો ઝડપથી કામ પૂર્ણ થાય તેવી રજૂઆત AIIMSના ડિરેકટરે કરી છે. સરકાર ઉતાવળ કરી રહી છે, પણ સ્થળે લોકોની અવરજવર સુગમતાથી થાય તે માટે ટ્રાન્સપોર્ટેશન, રસ્તા સહિતની સુવિધા નજરે પડતી ન હતી.
10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે.