AIMIMના ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જાવેદ સૈયદની નિમણૂક થતા સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી અને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.
ઓલ ઇન્ડિયા મજ્લીસ – એ – ઇત્તેહાદુલ મુસ્લીમીન ( AIMIM ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવેશીના આદેશથી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઇ કાબલીવાલાની મંજુરીથી ઓલ ઇન્ડિયા મજ્લીસ – એ – ઇત્તેહાદુલ મુસ્લીમીન ( AIMIM ) પક્ષના ગુજરાત પ્રદેશ મહામંત્રી પદે જાવેદ મોં. ઈકબાલ સૈયદની
નિમણુંક કરવામાં આવી છે . આ તકે તેઓને AIMIM પક્ષમાં નિષ્ઠાવાન અને શિસ્તબધ્ધ સૈનિકના રૂપમાં , પક્ષની નિતી , કાર્યક્રમો , સંગઠન માટે કામ કરવા તેમજ પક્ષની આગેવાની હેઠળ લોક જાગૃતિ માટે સતત લોક સંપર્ક જાળવવા AIMIM પક્ષના સંગઠનને મજ્બુત બનાવવા સતત પ્રયત્નશીલ રહેવા તેમજ સતત પ્રગતિ કરવા તેઓની નિમણુંક બાદ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે જાવેદ સૈયદે પત્રકાર તરીકે વર્ષો સુધી જુદાજુદા બેનરોમાં કામ કર્યું છે અને હવે તેઓએ પત્રકારીત્વ ક્ષેત્ર માંથી રાજકીય સફરનો પ્રારંભ કર્યો છે ત્યારે તેઓના વિશાળ મિત્ર વર્તુળોમાં ખુશીની લાગણી પ્રસરી છે અને ઓલ ઇન્ડિયા મજ્લીસ – એ – ઇત્તેહાદુલ મુસ્લીમીન પક્ષમાં ગુજરાત પ્રદેશ મહામંત્રીના પદ જેવી મહત્વની જવાબદારી મળતા શુભેચ્છાઓનો ધોધ વહેતો થયો છે.