વાપીની ભિલાડ ચેક પોસ્ટ પરથી આરટી-પીસીઆરના બોગસ નેગેટિવ રિપોર્ટ સાથે 18 લોકોને ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં આંશિક લોકડાઉનની સ્થિતિ હોવાથી શ્રમિકો અને પરપ્રાતિયો વતન તરફ પલાયન કરી રહ્યા છે.ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવનારા તમામ વ્યક્તિનો 72 કલાક પૂર્વેનો આરટી-પીસીઆર નેગેટિવ રીપોર્ટ ફરજિયાત હોવાનો આદેશ કર્યો છે.ત્યારે ગુજરાતમાં પ્રવેશવા માટે બોગસ આરટીપીસીઆર રીપોર્ટ લઇને આવી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી અને ભિલાડ બોર્ડર પર પોલીસે 18 લોકોને આરટી-પીસીઆરના બોગસ નેગેટિવ રિપોર્ટ સાથે ઝડપી પાડ્યા છે.
