મોડાસામાંથી પસાર થતી માજુમ નદી પર રિવર પાર્ક બનાવવા માટે નગરપાલિકા સત્તાવાળાઓએ આઠ કરોડનો પ્રોજેકટ તૈયાર કરતાં સરકારે મોડાસા નગરપાલિકાને રૂપિયા ચાર કરોડ ફાળવ્યા છે અને તેની સૈદ્ધાંતિક મંજૂરી મળતાં નગરપાલિકાના મેયર સુભાષભાઇ શાહે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા બાંધકામ વિભાગના એન્જિનિયર દેવાંગભાઇ સોનીને આદેશ કર્યો છે.
મોડાસા શહેરને સ્વરછ અને રળિયામણું બનાવવા માટે પાલિકાના નવા વરાયેલા મેયર સુભાષભાઇ શાહે બીડુ ઝડપ્યુ છે. શહેરની પ્રજાને સુખાકારી મળી રહે તે અને શહેરમાંથી પસાર થતી માજુમનદી પર રીવરપાર્ક બનાવવા માટે પાલિકાએ રૂપિયા 4 કરોડનો પ્રોજેકટ તૈયાર કરી તેની દરખાસ્ત સરકારમાં મોકલી આપી હતી.પરિણામે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ પ્રોજેકટ યોજના હેઠળ મોડાસા નગરપાલિકાનો બ વર્ગમાં સમાવેશ થતો હોવાથી સરકારે રીવરપાર્ક માટે રૂ. ચાર કરોડ ફાળવ્યા હોવાથી સૈદ્ધાંતિક મંજૂરી આપતાં પાલિકાસત્તાવાળાઓએ અને શહેરીજનોમાં આનંદની લહેર જામી છે.
મોડાસા સ્મશાનગૃહ નજીકના બ્રીજથી વિનાયક ગાર્ડન સબલપુર જાવાનાબ્રીજ સુધીના 384 મીટરની લંબાઇમાં બે ફેઝમાં કામગીરી હાથ ધરવાનું પાલિકા સત્તાવાળાઓ દ્વારા નક્કી કરાયું છે. જેમાં પ્રથમ ફેઝમાં રૂપિયા 493.32 લાખ રૂપિયાના કામો આવરી લેવામાં આવ્યા છે. જયારે ફૈઝન્ટમાં રૂપિયા 4,93,32,320 ના કામો આવરી લેવામાં આવ્યા છે.