સુરતના પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ માટે આજે પાટીદાર આગેવાનોની રાજકોટમાં બેઠક આયોજિત થઈ છે. ખોડલધામ ટ્રસ્ટ અને ઉમિયાધામ ટ્રસ્ટ સાથે પાસ આગેવાનોની બેઠકનું આયોજન કરાયુ છે. જેમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહેવાનો છે.
આજની બેઠકમાં અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવા માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં દિનેશ બાંભણીયા સહિત પાસના કન્વીનરો પણ ઉપસ્થિત રહેશે.
પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિને લઈને પાટીદારોએ બેઠક પહલે એક રેલી યોજી હતી. સરદાર પટેલની પ્રતિમાથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. અને કલેકટરને આવેદન પત્ર આપવાનું નક્કી કર્યુ. બીજી તરફ સુરતના પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ માટે આજે પાટીદાર આગેવાનોની રાજકોટમાં બેઠક આયોજિત થઈ છે.
ખોડલધામ ટ્રસ્ટ અને ઉમિયાધામ ટ્રસ્ટ સાથે પાસ આગેવાનોની બેઠકનું આયોજન કરાયુ છે. જેમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહેવાનો છે. આજની બેઠકમાં અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવા માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં દિનેશ બાંભણીયા સહિત પાસના કન્વીનરો પણ ઉપસ્થિત રહેશે.