અમદાવાદમાં દિવસેને –દિવસે વધી રહેલા રોગચાળાના કેસોને લઇ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગ એકશન મોડમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા રેસ્ટોરેન્ટમાં વાનગીઓ જીવતા નીકળવાના કિસ્સોઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેને જોતા શહેરીજનો સ્વાસ્થના સાથે ચેડા બનાવના પગલે અમદાવાદ કોર્પોરેશનનો ફૂડ વિભાગ સફાળુ જાગ્યુ છે.
અમદાવાદ મઘ્યઝોનમાં આવેલી હોટલો રેસ્ટોરેન્ટ અને ખાણીપાણીની લારીઓ પર સરપ્રાઇઝ ચેંકિગ કરી દરોડા પાડ્યા હતા અને જુદી –જુદી હોટલેમાંથી ખાધ્યફૂડ અને પાણીના નમૂના લેવાયા હતા અને લારીઓ હોટેલ અને રેસ્ટોરેન્ટમાંથી અખાઘ્ય પ્રદાર્થના જથ્થાનું નાશ કર્યુ હતુ AMC ફૂડ વિભાગે સિવિલ હોસ્પિટલ પાસે આવેલી હોટેલ ,રેસ્ટોરેન્ટ અને ખાણીપાણીની લારીઓ પર દરોડા પાડી પાણી અને વાનગીઓના નમૂના લીધા હતા અને જે દુકાન પાસે લાયસન્સ ન હોય તેના દંડ ફટકાર્યો હતો.