કોરોના વાયરસના હાહાકાર વચ્ચે હાલ સમગ્ર દેશમાં હડકંપ મચી રહ્યો છે. દેશના 4 થી વધુ રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યુ લાદી દેવાયો છે. ત્યારે કોરોનાના સંક્રમણ સામે દેશ અને દુનિયાના લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી 31મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજય સરકારના મળેલ આદેશ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય દર્શનીય સ્થળો 18/3/2020 થી 25/3/2020 સુધી પ્રવાસીઓ માટે અગાઉ બંધ રખાયા હતા. પણ દિવસે અને દિવસે સ્થિતિ બગડી રહી છે જેને કારણે હવે આગામી તા.26/3/2020 થી તા.31/3/2020 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો પણ બંધ રાખવાની જાહેરાત મુખ્ય વહીવટદાર કચેરી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા કોલોની તરફથી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેકટ 26/3/2020 થી 31/3/2020 સુધી એડવાન્સ બુકીંગ કરાવનાર પ્રવાસીઓને બુકીંગ એમાઉન્ટ રિફંડ અપાશે.
શનિવાર, જુલાઇ 5
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર