અરવલ્લીના માલપુર તાલુકામાં વાત્રક ડેમમાં 10 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે.જેથી આગામી દિવસોમાં પાણીની તિવ્ર તંગીના એંધાણ છે. અરવલ્લી જિલ્લામાં મુખ્ય ત્રણ ડેમો આવેલા છે. જેમાં માલપુરનો વાત્રક ડેમ સૌથી મોટો ડેમ છે.રાજસ્થાનમાં ચાલુ વર્ષે ઉપરવાસમાં ઓછો વરસાદ થવાથી ડેમ 50 ટકા જ ભરાયો હતો.
જોકે, હાલ ડેમમાં માત્ર 10 ટકા જ પાણી બચ્યુ છે. આ ગામી દિવસોમાં ડેમની આસપાસના વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે. ત્યારે જિલ્લા સિંચાઇ વિભાગે 31 જુલાઈ સુધી પીવાના પાણી ની તકલીફ નહીં પડે તેવા દાવા કર્યા હતા. તે કદાચ ખોટા પડે તો નવાઈ નહીં. હાલ જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ આવનારા એકાદ અઠવાડિયા માં સુકાઈ જાય તેવી સ્થિતિ છે.