2018 પુર્ણતાના આરે છે ત્યારે નવા વર્ષની ઉજવણી માટે ઘેલા થતા લોકો માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સંસ્કારીતા જળવાઈ રહે તે માટે મહિલાઓને બિભત્સ કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અનુપમ સિંહ ગેહલોટે આ અંગે જણાવ્યું હતું કે મહિલાઓ બિભત્સ કપડાં પહેરવાથી બાળકોના મન પર ખરાબ અસર થાય છે.
આ અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરથી શહેરના 11 એન્ટ્રી પોઈન્ટ અને શહેરના અંદરના પોઈન્ટ પર પોલીસ અને એસઆરપી દ્વારા ચેંકીંગ શરુ કરી દેવામાં આવ્યું છે. 31 મી ડિસેમ્બરના દિવસે શહેરના 40 પોઈન્ટ પર એસીપી, પીઆઈ અને પોલીસ કર્મીઓ મળીને 1000 થી વધુ પોલીસ કાફલા દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવશે. પોલીસ 200 થી વધપ બ્રેથ એનલાઈઝર દ્વારા પીધેલીઓનું ચેકીંગ કરશે