રાજ્યમાં પ્રાધ્યાપકો માટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સારા સમાચાર છે. રાજ્ય સરકારે અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. પહેલી જાન્યુઆરીથી સાતમા પગાર પંચનો લાભ મળશે. અને પહેલી જાન્યુઆરી 2016ની અસરથી લાભ મળશે. ત્યારે એરિયર્સ સહિત સરકારી તિજોરી પર 400 કરોડનો બોજ પડશે. લાંબા સમયથી સાતમા પગાર પંચનો લાભ મળે તેવી રાહ જોતા અધ્યાપકોની આતુરતાનો અંત આવ્યો છે. રાજ્યના સાડા સાત હજાર અધ્યાપકો અને યુનિવર્સિટીના નોન ટિચિંગ સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ મળશે.
