દિલીપ પટેલ
અમદાવાદ, 22 ઓગસ્ટ 2024
Remedy: વડોદરા પાસે કોયલી ગામના 37 વર્ષના ખેડૂત કૌશિલ પટેલ ડોડીની નાના પાયે ખેતી કરી રહ્યાં છે. જેનું ઐષધિય નામ જીવંતિકા છે. જીવંતી ડોડીનું વાવેતર કરીને ખેતી કરતા એવા ખેડૂત ગુજરાતમાં તેઓ એક હોઈ શકે છે. કારણ કે બીજા કોઈ ડોડીની ખેતી કરતા હોય એવા કોઈ ખેડૂત નોંધ્યા નથી. રાજ્ય સ્તરના ફ્લાવર શોમાં જીવંતી ડોડીને ત્રીજું ઇનામ મળ્યું હતું.
ખેડૂત કૌશિલ પટેલ કહે છે કે, મારા ખેતમાં એક પટ્ટો ડોડીનો વાવેલો છે. તેના 30થી 40 છોડ છે. જેમાં ખેડૂતોને પરવડે એવુ સારું ઉત્પાદન મળે છે.
ગુજરાતમાં ઘણી જગ્યાએ તેની ખેતી શરૂ થઈ છે. એક વર્ષ કે તેથી વધુ સમય રાખી શકાય છે. ગરમ અને સૂકું હવામાન અનુકૂળ રહે છે.
ખેડૂત કૌશિલ પટેલ કહે છે કે, વેલ પ્રકારનું શાક છે. તેના પાન અને ફળ બંને શાક તરીકે વપરાય છે. આવું બીજા શાકમાં જોવા મળતું નથી.
વેલ પરના પાંદડા કાપીને તેની જુડી બનાવીને નાગરવેલની જેમ પાન વેચવામાં આવે છે. તેનું ઉત્પાદન સારૂં છે. ખેતી થઈ શકે તેમ છે. પણ તે પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમના નિયમિત ગ્રાહકો હોય તેમને જીવંતી અંગે સમજાવી શકે તો નિયમિત ગ્રાહકો મળે છે.
કારણ કે હાલ લોકો તેના ગુણ અંગે જાણતા નથી તેથી માંગ નથી. જે લોકો જાણે છે તે નિયમિત રીતે માંગે છે. જો લોકોને તેના ગુણ અંગે જાણ થાય તો માંગ વધી શકે તેમ છે.
તેનો સ્વાદ ખરાબ નથી. હું લોકોને આ અંગે જાણકારી આપું છું ત્યારે તેઓ મારા નિયમિત ગ્રાહકો બની ગયા છે.
જીવંતીની ખેતી
ખેડૂત કૌશિલ પટેલ કહે છે કે, જીવંતી એટલે જીવંત રાખનાર. ગોળ પાન હોય તેને મોટી ડોડી કે માલતી કહે છે. તેના ફૂલ ઝૂમખામાં તથા મોટા કદના હોય છે. આ ફૂલની ભાજી કરીને ખાવામાં આવે છે. નાની ડોડી કે જીવંતી તરીકે ઓળખાય છે.
એક છોડમાંથી એકી સાથે 500 પાન ઉત્પાદન મળે છે, પાન તોડો એટલે બીજા નવા આવે છે. બે થી 3 વર્ષ છે. ફુલનું શાક બને છે. વર્ષા ડોડી અને જીવંતી ડોડી છે.
ઘર, વાડ કે ખેતરમાં પોતાના પુરતો રાખે છે. હવે ખેતી થવા લાગી છે. તે હજુ કોમર્શિયલ પાક બન્યો નથી. ગુજરાતનું વન વિભાગ તેનો પ્રચાર કરે છે. વન વિભાગની નર્સરીમાંથી હું લાવ્યો હતો. ત્યાં ફ્રી આપે છે.
તત્વો
મોડી ડોડીમાં ગ્યુકોસાઈડ, ડ્રેઝીન, આલ્કલોઈડ, ગ્લાઈકોસાઈડ, ટ્રીગોસાઈડ અને નાની ડોડીમાં ટોકોફેરોલ્સ, ફાયટોસ્ટીરોલ્સ, અશ્માસ્ટેરોલ, બીટાસ્ટીરોલ, ગામાસ્ટીરોલ વગેરે તત્વો આવેલા છે. ખેતરની વાડમાં જોવા મળતી હતી.
ભાજી વપરાતી, દુષ્કાળમાં ડોડી ગરીબ કુટુંબો માટે આશિર્વાદ સમાન હતી. હવે ફરીથી લોકો તેને અમપાવવી પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે લોકોની આંખો નબળી પડી રહી છે. જેને ઠીક કરવાના ગુણ ડોડીના શાકમાં અને લીલા જ્યુસમાં છે.
રસાયણ, પચવામાં લધુ, શીતળ, ત્રિદોષ શામક, ગુમડા, આંખના દર્દો, શરદી, ગર્ભસ્રાવ, ગર્ભપાત અટકાવે, કૃમિ, હરસ, નેત્રરોગ, રકતપિત, ક્ષય, દાહ, શ્વાસ, ઉધરસ, અશકિત, રતાંધળાપણું, મુખરોગ, ઝાડા, વાઢીયામાં રાહત આપે છે. સ્ત્રી અને પશુમાં દૂધ વધારે,
આંખના રોગો, ઝામરમાં ઘણી ઉપયોગી છે. આયુર્વેદિકમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે.
ખેતી
સુકુ હવામાન, સારા નિતારવાળી કોઈપણ પ્રકારની જમીન અનુકૂળ આવે છે. હેકટર દીઠ 10 ટન છાણીયું ખાતર અને 2 ટન દિવેલી ખોળ જમીનમાં નાખી ખેડી તૈયાર કરાય છે.
50 x 60 સે.મી.ના અંતરે 30 સે.મી. ઊંડા ખાડા કરી તપાવવા.
વેલના કટકા કરી બે આંતરગાંઠ કયારામાં એક આંતરગાંઠ જમીનમાં ત્રાસા રોપવામાં આવે છે. 25 દિવસે મૂળ આવી પાન ફૂટે છે.
બીજના 45 દિવસના રોપને કોથળીમાં રાખી ચોમાસામાં ફેર રોપણી કરીને ખેતી થાય છે.
ઓછા પિયતની જરૂરિયાત રહે છે. શિયાળામાં પ્રથમ કાપણી થાય છે. ઉનાળામાં બીજી કાપણી થાય છે. 15 દિવસે પાણી અપાય છે.
આંખો નબળી
ખેડૂત કૌશિલ પટેલ માને છે કે, મોબાઈલ અને કમ્પ્યુટરના કારણે આંખના નંબર વધી રહ્યાં છે. ગેજેટથી તણાવ વધે છે. ડોડી તે દૂર કરી શકે છે. ગેઝેટ યુગ છે. લેપટોપ અને મોબાઈલ વગર હવે ચાલવાનું નથી. આવનારા સમયમાં તેની સૌથી વધારે માગ રહેવાની છે. આંખની તકલીફ લઈ જાય છે.
અમદાવાદ શહેરમાં 1200થી વધારે ઓપ્ટિકલની દુકાનો આવેલી છે. આખા ગુજરાતમાં 10થી 12 હજાર ચશ્માની દુકાનો હોવાનો અંદાજ છે. ચશ્માનો બિઝનેસ રોજના રૂ. 10થી 15 કરોડના ચશ્મા વેચાય છે. આંખના દર્દો પાછળ ગુજરાતમાં વર્ષે રૂ. 1500થી 2 હજાર કરોડનો ખર્ચ થતો હોવાનો અંદાજ છે. ત્યારે આ ખર્ચ ઘટાડવા માટે ડોડી શ્રેષ્ઠ માર્ગ છે.
ઓપ્થેમોલોજીસ્ટ માને છે કે, કોવીડના રોગચાળા પછી બાળકોમાં ચશ્મા આવી જવાના પ્રમાણમાં બે વર્ષમાં 15થી 20 ટકાનો વધારો નોંધાયો હોવાના સરકારના અહેવાલો છે.
ઇન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેમોલોજીમાં પણ એવું ચિંતાજનક તારણ સામે આવ્યું હતું કે ઓનલાઇન એજ્યુકેશનને કારણે 50 ટકાથી વધુ બાળકો ડિજિટલ આઇ સ્ટ્રેઇનો સામનો કરી રહ્યા છે.
હાલ ડોક્ટરો પાસે એવા પણ અનેક કેસ આવી રહ્યા છે જેમાં બાળકની ઉંમર માત્ર બે-ત્રણ વર્ષની હોવા છતાં ચશ્મા આવી ગયા છે.
ઓનલાઈન મીટિંગ, ક્લાસિસ, ટીવી, કાર્ટૂન, રમતો, બાળકો બહાર જઈને રમતો રમવાની જગ્યાએ વિડિયો ગેમ તરફ વળ્યા છે. તેની અસર દ્રષ્ટિ પર પડી છે.
નાના બાળકોમાં માયોપિયાનું પ્રમાણ વધુ છે. ઇન્ડિયન જર્નલ ઓફ ઓપ્થલ્મોલોજિસ્ટના 2023ના એક સંશોધન અહેવાલ અનુસાર ભારતમાં 5થી15 વર્ષના બાળકો પૈકી 8.5 ટકા બાળકો શહેરી વિસ્તારના તેમજ 6.1 ટકા ગ્રામીણ વિસ્તારના બાળકો માયોપિયાનો શિકાર છે. પાછલા એક દસકામાં 11થી 15 વર્ષના બાળકોમાં માયોપિયા થવાનું પ્રમાણ બમણું થયું છે. વર્ષ 2050 સુધીમાં ભારતની 48 ટકા વસ્તીને માયોપિયા થવાની શક્યતા છે. ત્યારે રાયાણીક દવા તેને બચાવી નહીં શકે પણ ડોડીની ખેતી તેના બચાવી શકશે.
શાકમાં શ્રેષ્ઠ શાક
આયુર્વેદ જેને તમામ શાકમાં શ્રેષ્ઠ શાક માને છે તે ડોડીનું છે. આયુર્વેદમાં શાકશ્રેષ્ઠા જીવંતીને કહી છે.જેને પહેલો નંબર આપેલો છે તે છેલ્લે છે. ફળમાં કાળી દ્વાક્ષ શ્રેષ્ઠ છે. કારેલા કડવા છે. પણ તેનો ઉપયોગ કરીએ છીએ પણ ડોડીનો ઉપયોગ બહું ઓછા લોકો કરી રહ્યા છે. પ્રચાર થતાં હવે હવે ડોડીનું શાક ટ્રેન્ડ થવા લાગ્યું છે.
ગુજરાતની તમામ એપીએમસીમાં ડોડીના વેચાણ માટે વેપારીઓને તૈયાર કરવામાં આવે તો સારી ખેતી થઈ શકે તેમ છે.
ડોડીમાં મુખ્ય તત્વો આંખોનું છે. આંખોની દવા બનાવવામાં વપરાય છે તેથી ખેડૂતો તેનું વાવેતર કરે છે. ગામડાઓમાં શાક ખવાય છે. શહેરોમાં ગ્રીન જ્યુસ પીવે છે. આયુર્વેદના તબીબોએ ખરેખર તેનો પ્રચાર કરવો જોઈએ.
ડોડી
‘શાકશ્રેષ્ઠા’ ડોડીની ગણના સર્વ શાકોમાં સૌથી શ્રેષ્ઠ શાક તરીકે થાય છે. અતિ પ્રાચીનકાળથી શાક બનાવવમાં ડોડીનો ઉપયોગ થાય છે. વેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે.
ડોડીના પાન બે ઈંચ લાંબાં, એકથી દોઢ ઇંચ પહોળા અને અણીદાર હોય છે.
ડોડીને મીઠી ખરખોડી પણ કહે છે. ફળને ડોડાં (સુડીયા) કહે છે. ડોડાં બે થી ત્રણ ઈંચ લાંબાં, અર્ધો-પોણો ઇંચ જાડા, લીલા રંગનાં અને આકડાના ફળ જેવા હોય છે. કૂણાં ડોડાનું શાક અને કઢી થાય છે.
ડોડીના કૂણાં પાનની દહીં કે છાશ મેળવીને ભાજી સ્વાદિષ્ટ બને છે. ડોડીના પાનની ભાજી ખાવાથી આંખનું તેજ વધે છે. મૂળનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે.
ચરકે અતિસાર વાળા અને વિષ રોગીઓ માટે ડોડીનું શાક હિતકારી માનેલ છે. ડોડીને સર્વદોષઘ્ન કહેલ છે. વાગ્ભટ્ટે પણ ડોડીના શાકને શ્રેષ્ઠ ગણેલ છે.
ડોડીમાં જીવનીય ગુણ છે.
રતાંધળાપણું ઘટે છે.
ડોડીના મૂળનો ઉકાળો પીવાથી પેશાબની બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકાની બળતરા મટે છે અને નવા થયેલા પરમિયામાં ફાયદો કરે છે. તે સ્ત્રીઓના કોઠાની ગરમી દૂર કરે છે.
રોગ
ડોડીમાં રોગ આવે તો મોલો-મશી. તડતડિયા, ચિકટો, ઉધઈ, મૂળ કોહવારો રોગમાં લીંબોળીનો ખોળ, મીંજ, કરંજ ખોળ વપરાય છે.
ઉત્પાદન
ડોડી બહુવર્ષાયુ પાક છે. જમીનથી 30 સે.મી. ઉંચાઈથી વર્ષમાં ત્રણ વખત કાપણી કરી શકાય છે.
વેલા બે દિવસ તડકે સૂકવીને છાંયે સૂકવવા.વર્ષમાં ત્રણ કાપણી મળીને હેકટર દીઠ 6 હજારથી 10 હજાર કિ.ગ્રા. વેલા સહિત સૂકા પાનનું ઉત્પાદન મળે છે.
રાજ્યમાં પ્રથમ
ખેડૂત કૌશિલ પટેલને રાજ્ય સ્તરના ફ્લાવર શોમાં 6 ફૂટની દૂધી અને કાળા ગાજરને પ્રથમ ઇનામ મળ્યું હતું. 2019થી ખેતી શરૂ કરી છે. ફાર્મસીમાં માસ્ટર છે. ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં જુનિયર સાયન્ટીફીક આસિસ્ટન્ટ છે. ખેડૂત સેમિનારમાં સતત જતા હતા. ખેતી પ્રત્યેનો તેમનો લગાવ છે.
ખેડૂત કૌશિલ પટેલ 40-45 પ્રકારની શાકભાજી ઉગાડી, દર મહિને કરી રહ્યાં છે રૂ. 1 લાખની કમાણી કરે છે. પણ તેની પસંદગીનું શાક તો ડોડી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધિય અને સુગંધીત વનસ્પતિ સંશોધન કેન્દ્ર દ્વારા 210 પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરી રાહત દરે વિતરણ કરવામાં આવે છે. જેમાં ડોડી પણ છે.
લુપ્ત થતી જીવંતીકા(ડોડી, ખરખોડી) અંગે ખેતી ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ડોડીનો પ્રચાર 2007થી શરૂ કરવામાં કરવામાં આવ્યો. ભારતના 100થી વધુ ગામોમાં જીવંતિકાનું વાવેતર કરાવવામાં આવ્યું છે. 10 પાન ખાવાથી શરીરનું નવસર્જન કરે છે. પૃથ્વી પરનું સૌથી ગુણકારી શાક. જીવંતીકાના 2000 રોપાઓનું જુલાઈ 2024માં ખેડૂતોને રાજકોટના શાપરમાં વિતરણ કરવામાં આવેલું છે.