આજ રોજ બપોર ના સમયે ભરૂચ ના કંથારીયા ગામ નજીક બાઇક અને મીની લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મીની લકઝરી બસ માં ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા જંબુસર તરફ જઇ રહેલા એક પરિવાર ની બાઇક ને અડફેટે લીધું હતું..
બાઇકને અડફેટે લેતા ઘટના સ્થળે જ બાઇક પર સવાર પિતા-પુત્ર અને માતા નું મોત થયું હતું તેમજ એક બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..
બાઇક અને મીની લકઝરી વચ્ચે સર્જાયેલ અકસ્માત ના પગલે એક સમયે ભરૂચ-જંબુસર ને જોડતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.સ્થનિકોએ મીની લકઝરી બસ ના ચાલકને ઝડપી પોલીસ ના હવાલે કર્યો હતો.તો બીજી તરફ તાલુકા પોલીસે ઘટમાં સ્થળે દોડી જઈ મામલા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથધરી હતી…