Bharuch: વરસાદી પાણી ભરાતા MLA ચૈતર વસાવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે.
Bharuch:ધારાસભ્ય ચૈતર વસાવા એ ભરૂચ જિલ્લા કલેક્ટર,એસ ડી એમ,ટી ડી ઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિ ની ચર્ચા કરી.
સ્થાનિક લોકોને સાવચેતના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાએ સુચન કર્યા.ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ થી કાચા ઘરો ઘરવખરી અને ખેતી પાકો ને થયેલ નુકશાનીનું સર્વે કરી સહાય ચુકવવાની માંગ કરી.ગામના એક ફળિયાની બંને બાજુ થી નદીના પાણી ફરી વળતા ગઈ કાલથી જ અવરજવર બંદ છે જ્યાં 70 જેટલા લોકો રહે છે.હાલ સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ભારે વરસાદની અસરને કારણે ભરૂચના શહેરી જીવનમાં મોટું વિક્ષેપ સર્જાયો છે અને તાત્કાલિક સાન્વાર માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, અત્યારે અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આગાહીને પગલે ભરૂચમાં પણ ભારે વરસાદ થયો છે. મળતી જાણકારી પ્રમાણે ભરૂચમાં 5 ઈંચથી વધુ વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.
પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૫ જેટલી ટીમ અને આશ્રય સ્થાનોમાં ૧૧ જેટલી ટીમ
આરોગ્યને લગતી કામગીરી કરી રહી છે.જેમાં ગજેરાના વહેલમ ગામમાં ભરાયેલ પાણી વિસ્તારમાં સર્વેલન્સ અને કલોરીન ટેબલેટ વિતરણ તેમજ આશ્રય સ્થાનો પર મેડીકલ કેમ્મ થકી કાળજી લેવાઈ રહી છે.
આ સાથે જિલ્લામાં આશા વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સર્વેલન્સ તથા પોરાનાશકની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનું જિલ્લા કક્ષાએથી સઘન સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.