ગુજરાતના સુરેન્દ્ર નગર તાલુકામાં ખોડલધામ અવે ઉમિયાધામની જેમ રજપુત સમાજનું ભવાનીધામનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લગભગ 1 અબજના ખર્ચે બની રહેલ આ ભવ્ય મંદીર 17 એકર જમીનમાં વિસ્તૃતિ પામશે. આજ રોજ કર્ણાટકના વજુભાઈ વાળાએ આ મંદીર અંગે જાહેરાત કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુત્રાપાડા ગામમાં રાજપુત સમાજના સમુહ લગ્ન પ્રસંગે વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમના પ્રાસંગીક પ્રવચનમાં તેમણે આ જાહેરાત કરી હતી. આ સાથે તેમણે સમાજના લોકોને અનુદાન માટે પણ અપીલ કરી હતી.