Bhavnagar power cut schedule : ભાવનગરના નાગરિકો માટે મહત્વપૂર્ણ સુચના: શહેરના કેટલાક વિસ્તારોમાં ત્રણ દિવસ વિજપુરવઠો બંધ રહેશે
Bhavnagar power cut schedule : PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) દ્વારા ભાવનગર શહેરમાં અવશ્યક મેન્ટેનન્સ કામગીરીના કારણે ત્રણ દિવસ વિજ પુરવઠો અટકશે. નાગરિકોને આગોતરા જાણ કરવા માટે કંપનીએ વિગતો જાહેર કરી છે, જેથી લોકો અગાઉથી તૈયાર રહી શકે.
વિજકાપનો સમયગાળો અને વિસ્તારો:
5 મે: જૂનાબંદર રોડ અને શ્રીરામ ટીમ્બર વિસ્તાર સહિતના વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે.
6 મે: વાલકેટ ગેટ અને પોર્ટ કોલોની વિસ્તારમાં વિજકાપ લાગૂ રહેશે.
7 મે: પ્રેસ રોડ અને વાલકેટ ગેટ સહિતના વિસ્તારોને વિજ પુરવઠો મળશે નહીં.
આ તમામ વિસ્તારોમાં સવારે 6:00થી 11:00 વાગ્યા સુધી વિજકાપ રહેશે, ત્યારબાદ વિજપુરવઠો સામાન્યરૂપે પુનઃ શરુ થશે.
PGVCLની માહિતી મુજબ, વિજ પુરવઠાની ગુણવત્તા જાળવી રાખવા માટે નિયમિત મેન્ટેનન્સ જરૂરી છે. આ માટે નાગરિકોને સહકાર આપવા અને ભવિષ્યમાં ઊંચી ગુણવત્તાવાળો વિજપુરવઠો સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ અત્યારે આવી જ કામગીરીના કારણે ટોરેન્ટ પાવર અને PGVCL બંને દ્વારા વિજકાપની કામગીરી શેડ્યૂલ મુજબ ચાલી રહી છે. નાગરિકોને મેસેજ દ્વારા આગોતરું સૂચન પણ આપવામાં આવી રહ્યું છે.