કોંગ્રેસ બાદ ભાજપે પણ ગુજરાતના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં મહેસાણાથી શારદા પટેલ અને સુરતથી દર્શના જરદોશને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા આ બંને નામોમાં મહિલાઓ છે. હવે ભાજપ તરફથી અમદાવાદ પૂર્વની બેઠકના ઉમેદવાર જ જાહેર કરવાના બાકી છે.
મહેસાણા લોકસાભાની ભાજપે શારદાબેનને ટિકિટ આપી છે. શારદાબેન હાલમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શારદાબેન પૂર્વ ઉધોગ મંત્રી અનિલ ભાઈ પટેલના પત્ની છે. શારદાબેન પટેલ નાનાબાર કડવા પાટીદાર સમાજમાંથી આવે છે.
દર્શના જરદોશે સંસદના સભ્ય તરીકે ચૂંટણી 2014 દરમિયાન લોકસભાની સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. તેમણે ઐતિહાસિક જીત પોતાના પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 વધુ મત સહિત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ લીડ છે અને ચૂંટણી 2014 દરમિયાન ૪થા ક્રમની સૌથી વધુ લીડ છે. તેમણે 76.6 ટકા મત મેળતી જીત મેળવી હતી, જે ચૂંટણી 2014 માટેનો એક વિક્રમ છે.