ભાજપમા ત્રણ બેઠકો પર ઉમેદવાર પસંદગીનું કોકડું ગુચવાયેલુ છે. અમદવાદ પૂર્વ, મહેસાણા અને સુરતની બેઠકો પાટીદારોનો ગઢ ધરાવે છે. અને ટિકિટ માટેની ખેંચતાણ વચ્ચે ત્રણેય બેઠકોના મામલે પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુરે દોર સંભાળ્યો છે. અને પ્રદેશ નેતાગીરી સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે.
જેમાં મહેસાણામાં તો નાયબ મુખ્યપ્રધાની નીતિન પટેલને ચૂંટણી લડાવવા સમજાવવામાં આવી રહ્યા છે. સુત્રોના મતે ઉંઝાના આશા પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ વચ્ચે રાજકીય જંગ જામતા મહેસાણા બેઠક પર પસંદગીનું કોકડુ ગુચવાયેલુ છે.
કારણ કે જો ઉંઝામાં બંને જુથો વચ્ચે જંગ યથાવત રહે તો તેની મહેસાણા બેઠકના પરિણામ પર અસર થાય તેમ છે. ત્યારે નીતિન પટેલને હાઈ કમાન્ડ ચૂંટણી મેદાને ઉતારવા ઈચ્છુક છે. પણ તેઓ રાજી નથી. તેમને કેન્દ્રીય રાજકારણ કરતા ગુજરાતના રાજકારણમાં વધુ રસ છે