કોરોના કાળમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે ત્યારે અમદાવાદ શહેરમાં કારંજ પોલીસે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડુપ્લીકેટ માસ્ક પોલીસે ઝડપી પાડ્યાં છે.શહેરની કારંજ પોલીસે શહેરના રીલીફ રોડ પર આવેલી અંબીકા બીલ્ડીગમાં અંબિકા સેન્ટર નામની દુકાનમાંથી બાતમીના આધારે રેડ કરતા પુમા કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો મળી આવ્યો હતો. જો કે પોલીસને જથ્થો મલી આવતા કોપીરાઈટના ફીલ્ડ ઓફીસરને જાણ કરી હતી. કોપીરાઈટ ફીલ્ડ ઓફીસરે દુકાનમાં આવી પુમા કંપનીના સિમ્બોલવાળા માસ્કના જથ્થાને ચેક કરતા માસ્કનો જથ્થો ડુપ્લીકેટ હોવાનું પોલીસને જણાવ્યું હતું તમામ માસ્ક ડુપ્લીકેટ હોવાનું સાબિત થતા કારંજ પોલીસે દુકાનાના માલીક વિકાશ મનુભાઈ પટેલ સામે કોપીરાઈટ એક્ટ મુજબનો ગુનો નોંધી માસ્કનો જથ્થો ગણતા આશરે 4000 જેટલાં પુમા કંપનીના અલગ અલગ માસ્ક મળી આવ્યાં હતાં. પોલીસે આરોપી વિકાશ પટેલની વધુ પૂછપરછ કરતા આરોપી રીલીફ રોડ પર આવેલી તેની દુકાનની નીચે જ આ માસ્કનું મેન્યુફેક્ચરિંગ કરતો હતો અને હોલસેલમાં વેચતો હતો. પોલીસની પ્રાથમીક પૂછપરછમાં આરોપી હોલસેલમાં ડિલરોને માત્ર 5 રૂપિયાના ભાવે માસ્ક વહેંચતો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે પાંચ રૂપિયા લેખે આશરે 4000 માસ્કની કિંમત 20000 રૂપિયા સામે આવી હતી એટલે કે પોલીસે આશરે 20,000 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
