આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 18.50 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળધાણા આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. જેમાં આજે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર સવારે 10 વાગ્યાથી 1.20 વાગ્યા સુધીમાં લેવાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ફિઝિકસનું પેપર 3થી 6.30 વાગ્યા સુધીમાં લેવાશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાનાં મૂળ તત્વોનું પેપર 3થી 6.15 વાગ્યા સુધીમાં લેવાશે.
તો આ વખતે ધોરણ 10, અને ધોરણ 12માં કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.જેમાં ધોરણ 10માં 11,59,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,33,626 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સમાં 1,47,302 વિદ્યાર્થીઓ નોંધાયા છે.બોર્ડ દ્વારા તમામ વર્ગો સીસીટીવીથી સજ્જ કરાઈ છે તેમજ પેપર લીક ન થાય તે માટે વિશેષ આયોજન હાથ ધરાયુ છે.