ધોરણ-10 અને ધોરણ-12ની આજથી પરીક્ષા શરૂ તી ગઈ ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એસએસસીના વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાતા જોવા મળ્યા હતા. 6 વિષયની પરીક્ષા પૈકી એક ઈગ્લીશ, સાયન્ય એન્ડ ટેક્લનોલીજી વગેરે પરીક્ષા માટે અલગ સ્કૂલમાં નંબર ફાળવવામાં આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓનો તો ત્રણ જુદી જુદી શાળામાં નંબર આવ્યો છે. જ્યારે એક જ સેન્ટ્રલ (સ્કૂલ)માં લેવાનારી પરીક્ષામાં પણ પ્રત્યેક પરીક્ષાએ વર્ગ ખંડ બદલવામાં આવ્યો હતો. જેથી, વિદ્યાર્થીઓ દરેક ક્લાસ પાસે જઈને વેરિફિકેશન કરતા હતા.
દરેક શાળાના બોર્ડ પર એક જ પરીક્ષાર્થી માટે વર્ગ ખંડની માહિતી દર્શાવતા 6 બોર્ડ મારવામાં આવ્યા હતા. જે તમામના વર્ગ ખંડ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ નોંધવા પડ્યા હતા. જોકે, સેન્ટરવાળી શાળામાં રોજની પરીક્ષા સમયે પણ પરીક્ષાર્થીઓએ ક્યા વર્ગમાં જે તે દિવસની પરીક્ષા આપવા જવાનું છે તે માહિતી રોજ પ્રસિદ્ધ કરાશે તેમજ વર્ગ ખંડ સુધી દોરી જવા માટે પણ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.
કેટલાક વાલીઓનુ કહેવું હતું કે , જુદી જુદી સ્કૂલ અને પ્રત્યેક પરીક્ષાએ જુદાં જુદાં ક્લાસને કારણે પરીક્ષાર્થીમોમાં કન્ફ્યૂઝન ઊભું થાય છે. રોજ ક્યા ક્લાસ અને કંઈ સ્કૂલમાં જવું તેની ફિકર કરવાની હોય છે. એક જ સ્કૂલ અને ક્લાસમાં પરીક્ષાથી આસાની થાય છે. જો પરીક્ષામાં ચોરી કરવાનો ઈશ્યું હોય તો આમ પણ સીસીટીવી કેમેરા, સ્ક્વોડ વગેરેથી નજર રાખવામાં આવે છે તો તે કારણ અપાય તે યોગ્ય નથી.