CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ગત વર્ષ કરતાં વહેલું જ જાહેર કરવામાં આવશે. જોકે, બોર્ડ કોઈપણ સમયે પરિણામ જાહેર કરી શકે છે. અહેવાલ મુજબ ધોરણ 10નું પરિણામ 5મી મેના રોજ જાહેર કરવામાં આવશે, જોકે બોર્ડ તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ બહુ વહેલો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે.
ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ cbse.nic.in અને cbserlts.nic.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ દ્વારા પરિણામ જોઈ શકશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર સબમિટ કરવાનો રહેશે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી યોજવામાં આવી હતી. 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.
CBSE બોર્ડના અધ્યક્ષ અનીતા કરવાલે ગુરુવારના રોજ 12માં ધોરણનું પરિણામ જાહેર કર્યું. 12માં ધોરણની પરીક્ષામાં 83.4 ટકા વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યાં હતાં.