આજે રાજ્યસભા ચૂંટણી ની રસાકસી જામી છે અને છેલ્લી ઘડીએ શુ થશે ની ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે હાલ માં બહાર આવી રહેલા અહેવાલો મુજબ BTPના ધારાસભ્યો પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર સાથે મુલાકાત માટે બંને ધારાસભ્યો પહોંચ્યા છે અને બંધ બારણે બંને નેતાઓને મનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જાણવા મળી રહયું છે કે છેલ્લી ઘડીએ હવે BTPએ મતદાન નહી કરવાનો નિર્ણય લીધો છે.
વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે બપોરે 4 વાગ્યે સુધી મતદાન પ્રક્રિયા ચાલશે અને 5 વાગ્યાની આસપાસ મતગણતરી શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. મતદાન કેન્દ્ર પહોંચી ધારાસભ્યોએ માસ્ક ઉતારી ફોટો ખેંચાવી રહ્યા છે,છોટુ વસાવાએ પણ મતદાન પહેલા શરત મૂકીને રાજકીય દાવપેચ રમતા ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવાર વચ્ચે 4 બેઠક માટે ખરાખરીનો જંગ છે. ચૂંટણી દરમિયાન આર સી ફળદુંએ પોતાનો પ્રથમ મત આપ્યો છે. બીજી તરફ એમ્બ્યુલન્સમાં કેસરીસિંહને લઇને શંકર ચૌધરી વિધાનસભા માં આવ્યા હતા.
ભાજપના 3 ધારાસભ્ય બીમાર છે
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા. આજે 3 ધારાસભ્યો સહાયકની મદદથી મતદાન કરવાના છે. જેમાં કેસરીસિંહ અને બલરામ થાવાણીએ મતદાન કર્યું છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેમને પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે લાવવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ સહાયકની મદદથી મતદાન કરી રહ્યા છે. આ ત્રણ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.
ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન ચાલુ છે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાશે. આજે ગાંધીનગરમાં સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે પરિણામ આવશે.આમ હાલ માં મતદાન પ્રક્રિયા ચાલુ છે.
