ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નાગરિક પુરવઠા નિગમ વિભાગ અંતર્ગત રેશનિંગ ની દુકાનો ના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે.પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા કારોબારીઓ એટલી હદે ફાટી નીકળ્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર જ વેચી મારવાનું કામ કરી રહ્યા છે.
દાણી લીમડા પોલીસ સ્ટેશનના વહીવટદાર અને પી.આઈ. ના પણ ચાર હાથે આશિર્વાદ છે એટલે જ રાણીપ પોલીસ પણ કોઈ જ જાતની કાર્યવાહી કરતા ખચકાટ અનુભવે છે.જો આવા અધિકારીઓ અને મુકેશ મહારાજ તથા દુકાનના વેપારીઓ ઉપર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે તો બહુ જ મોટા પાયે કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી છે અને ગરીબો ને ન્યાય મળે તેવું છે.
અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ ના દાણી લીમડા,શાહપુર,રાણીપ,વાડજ,નારણપુરા,સોલા સહિતના વિસ્તારમાં આવેલી રેશનિંગ ની દુકાનના વેપારીઓ દ્વારા રાણીપ માં રહેતા મુકેશ મહારાજ સાથે ઘરોબો રાખી નાગરિક પુરવઠા દ્વારા આપવામાં આવતો તમામ જથ્થો બારોબાર પોતાની દુકાને થી મુકેશ મહારાજ ની ગાડીમાં ભરી આપી બારોબાર વેચી મારવાનું કૌભાંડ કરી રહ્યા છે.જ્યારે ગરીબો અનાજ લેવા આવે ત્યારે આ દુકાનોના વેપારી દ્વારા અનાજ નહીં આપી ને જણાવે છે કે આ મહિને જથ્થો ઓછો આવ્યો છે તો ઓછો આપીશું તેમ કહી ગરીબોના અન્ન નો કોળિયો મુકેશ મહારાજ નામનો ઈસમો છીનવી રહ્યા છે.
આ મુકેશ મહારાજ ની વાત કરવામાં આવે તો રાણીપ પોલીસ સ્ટેશન ના પી.આઈ. અને વહીવટદાર ની રહેમરાહે જ આ કાર્ય ચાલતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.તેમ છતાં પણ એફ.સી.આઈ. ના અધિકારીઓની આંખો ખુલતી ન હોય તેવી રીતે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ મુકેશ મહારાજ અને તેના મળતીયા સન્ની, મુકેશ જૈન અને મોન્ટુ નામના શખ્સો ભેગા મળી દાણી લીમડા,રાણીપ,શાહપુર,વાડજ,નારણપુરા,સોલા સહિતના વિસ્તારોની દુકાનનો અનાજનો જથ્થો બારોબાર રાઇસ મિલોમાં ખાલી કરી મસ મોટા રૂપિયા ભેગા કરી ગરીબોના અનાજનો કોળિયો છીનવી લેવાનું ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતા આવ્યા છે. તેમછતાં પણ એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા હજુ સુધી પણ કોઈ જ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી નથી.આ મુકેશ મહારાજ ની દાદાગીરી એટલી હદ્દે વધી ગઈ છે કે તે પોતે જણાવી રહ્યો છે કે એફ.સી.આઈ. ના અધિકારીઓ કે ગુજરાત પોલીસ મારુ કશું જ બગાડી નહિ શકે કારણકે હું તમામને ખોબેને ખોબે વહીવટ આપી રહો છું તેવી વાત લોકમુખે ચર્ચાઈ રહી છે કારણકે એટલા માટે જ આ અનાજ માફિયા ઉપર કોઈ કાર્યવાહી થતી ન હોય તેવું લાગી રહ્યું છે.જો એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા આ બાબતની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સરકારી અનાજ ના બહુ જ મોટા કૌભાંડ નો પર્દાફાશ થઈ શકે છે.