BZ scam: BZ કૌભાંડ કે ભાજપનું રાજકીય ષડ્યંત્ર?
અમદાવાદ
BZ scam: BZ કૌભાંડ જાહેર કરી યુવાન ભૂપેન્દ્રસિંહ ઝાલાને ફસાવી દેવા માટે ભાજપનું રાજકીય ષડયંત્ર હોવાનું હવે સાબિત થઈ ગયું છે.
મહાઠગ અને કૌભાંડી સાબિત કરી ભાજપના બળવાખોર નેતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડ્યંત્ર છે.
1
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂ. 6,000 કરોડનું BZ કૌભાંડ બતાવી દેવાયું પણ માત્ર રૂ. 172 કરોડનું કૌભાંડ હોવાનું સાબિત થયું છે.
2
જો 6 હજાર કરોડનું કૌભાંડ હોય તો રોકાણકારોએ રૂ. 422 કરોડ રોકાણ કર્યું છે.
3
જે ડીપોઝીટ લીધી તેમાંથી રૂ. 172 કરોડ પાછા આપવાના થાય છે.
4
રૂ. 422 કરોડમાંથી રૂ. 250 કરોડ એટલે કે 60 ટકા પરત કરી દીધી છે.
5
ફરિયાદી વગર પરાણે કૌભાંડ સાબિત કરી શકાયુ નથી.
6
રૂ. 6,000 કરોડોનો આંકડો સાબરકાંઠા પોલીસે કોના કહેવાથી બતાવ્યો.
7
ઝાલા કોઈનાં પૈસા લઈને ભાગી ગયા નથી.
8
રોકાણકારોએ નાણા ડૂબ્યા હોવાની ફરીયાદ કરી નથી, એવું ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે.
9
પોલીસ અદાલતમાં પુરતાં પુરાવા રજૂ કરી શકી નથી.
10
ન્યાયિક પ્રક્રિયા પહેલાં કોઈ વ્યક્તિને અપરાધી કે ઠગ જાહેર કરી દેવાયા.
11
ભાજપને નડતાં યુવાન ભૂપેન્દ્રસિંહ ઝાલાની રાજકીય કારકિર્દી ખતમ કરી ભવિષ્યમાં નડતર રૂપ ન બને.
12
દેશની સર્વોચ્ચ અદાલતના કહેવા પ્રમાણે અનામી અરજીનાં આધારે તપાસ કે ફરિયાદ ન થાય છતાં કરી.
13
મોટું રોકાણ કરનારા અને કરાવનારા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે અને ધરપકડ થઈ રહી.
14
CID ક્રાઇમ રાજકીય રીતે કેમ વરતી રહી છે.
15
2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર ન બનાવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
16
લોકસભાની ચૂંટણીમાં ઝાલાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવતા ભાજપને હારનો ભય લાગ્યો હતો.
17
ઠાકોર સમાજનો યુવાન આગળ વધી જાય તો ભાજપની સામે પડકાર હતો.
18
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પરત કેમ ખેંચાવી?
19
લોકસભાની ચૂંટણી પૂરી થઈ તે પછી તુરંત કેમ ફરિયાદ થઈ?
20
2022ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના નેતા ઝલાએ ટીકીટ માંગી હતી. કેમ ઉમેદવાર ન બનાવાયા?