લોકસભાનો પ્રચાર જોર-શોરથી ચાલી રહ્યો છે, ત્યારે શનિવારે કુંવરજીભાઈ બાવળીયા અને ભરત બોઘરા કનેસરામાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા, ત્યારે અહીં ગામમાં આવતાની સાથે એક બેડા પાણી માટે રઝળપાટ કરતી બહેનો એ પાણી નહી મળતું હોવાની ફરીયાદ કરી ત્યારે કુંવરજીભાઇએ રજૂઆત કરી રહેલી બહેનોની રજૂઆત સાંભળવાને બદલે એવું કીધું કે મારી વાત એક વખત સાંભળીલ્યો આ બધા વચ્ચે હું કઈને જાવ છું આ સરકારમાં પાણી પુરવઠા વિભાગનો માણસ છું, હું ધારૂં તો આ ગામમાં એક કરોડ રૂપિયા નાંખીને પાણીની વ્યવસ્થા કરાવી શકું પણ મને આ વખતે ચૂંટણી લડીયો ત્યારે આ ગામમાંથી મને 45 થી 55% મત મળ્યા છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં કેબીનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળીયા સમસ્યાના નિવારણને બદલે મહિલાઓનો ઊધળો લીધો અને કહ્યું મને તમારા ગામ માથી મત નથી મળ્યો.