CID Crime અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા.,ગાંધીનગર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સી.આઇ.સેલ ગાંધીનગર નાઓના સુપરવિઝન હેઠળ, ડીટેકટીવ પોલીસ ઇન્સપેકટરશ્રી, એસ.સી. તરડે તથા ડીટેકટીવ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.સી.ઇશરાણી, તથા સ્ટાફના માણસો સાથે તા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ મોજે વી.આઈ.પી.સર્કલની બાજુમાં આવેલ દુકાન આગળ, મોટા વરાછા રોડ, સુરત ખાતે રેડ કરતાં સ્થળ ઉપર આરોપી નં- (૧) હરેશભાઇ રણછોડભાઇ મકવાણા રહે ૧૩૯, માંધવપાર્ક, ઉત્તરાણ રેલ્વે સ્ટેશનની સામે ઉત્તરાણ, સુરત નાનો સ્થળ ઉપર મળી આવી તેની પાસેથી બે એન્ડ્રોઇડ સેમસંગ ગેલેક્ષી ફોન જેની કિમત રૂા.૧૦,૦૦૦/- ગણી તથા એકટીવા કિમંત રૂા.૨૦,૦૦૦/- તથા રોકડ રૂા.૩૫૦૦/- તથા નેપાલ કરન્સી રૂા. ૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.
તેમજ આ બાબતે સદર આરોપીને એપ્લીકેશન www.pavanexch.co નામની મોબાઇલ એપ્લિકેશન બાબતે પુછતા સદર એપ્લીકેશન (૨) કિશન ઉર્ફે બ્રિજેશ ઉર્ફે કાનો સુદામા સ/ઓફ મનસુખભાઇ મારવણીયા રહે.ફ્લેટ નં.૧૦૨, રધુનંદન એપાર્ટમેન્ટ, યનુનાચોક, મોટા વરાછા, અમરોલી, સુરત શહેર મુળ રહે, નાનડીયા ગામ તા.બાટવા જી.જુનાગઢ. પાસેથી મેળવેલ હોવાનું જણાવે છે તેમજ www.urban999.com નામની એપ્લિક્શન (૩) સોહેલ હિંગોરા રહે મહુવા, ભાવનગર નાઓ પાસેથી મેળવેલ હોવાનું જણાવે છે તેમજ (૪) એપ્લીકેશન www.galaxyexch99.com ઉપર પાકિસ્તાન-ન્યુજીલેન્ડ મેચ ઉપર તેના આઈ.ડી.આપી તથા સીધા ગ્રાહકોનો આઈ.ડી.ઓ આપી મોબાઇલ ઉપર જીવંત પ્રસારણ ઉપર ક્રિકેટ મેચ જોઇ મેચની સેશન ઓવર, લંબી પારી અને મેચના હારજીતના ભાવ મોબાઇલ ફોન ઉપર આપી પૈસાની હારજીતનો સટ્ટો રમતો આરોપી નં-૧ નાનો સ્થળ ઉપર મળી આવી તથા આરોપી નં- ૨ અને ૩ તથા ૪ સ્થળ ઉપર નહીં મળી આવી ક્રિકેટનો હારજીતનો સટ્ટો રમાડી તમામે જુગાર ધારા કલમ-૧૨-અ મુજબનો ગુનો કરી બેલન્સ રૂા.૨,૧૫,૭૧, ૩૦૪/- તથા અન્ય રૂા.૩૩,૫૦૦/- નો મુદામાલ સાથે મળી આવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલ જે બાબતે સુરત સી.આઇ.ડી.ક્રાઇમ સુરત ઝોન પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૧૦૧૬૨૩૦૦૧૦/ ૨૦૨૩ જુગાર-ધારા કલમ–૧૨-અ મુજબનો ગુનો દાખલ કરી આગળની ગુનાની વધુ તપાસ ડી.પો.સબ.ઇન્સ. એ.સી.ઇશરાણી, સી.આઇ.સેલ. સી.આઇ.ડી.ક્રાઇમ, ગુ.રા, ગાંધીનગર નાઓએ સંભાળી નાસતા-ફરતા આરોપીઓને અટક કરવાની તજવિઝ કરવામાં આવેલ છે.