શિયાળો સમાપ્તીના આરે આવીને ઊભો છે ત્યારે ઉનાળાની શરૂઆતના બદલે ચોમાસું બેસતું હોય એવા દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. એટલું જ નહીં બનાસકાંઠાના ડીસામાં મધરાત્રીએ કમોસમી માવઠું પણ પડ્યું હતું. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. આમ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આવા મોસમના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ડીસામાં મધરાત્રે કમોસમી માવઠું પડ્યું હતું.
આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થતાં માવઠાંની શક્યતાઓ સેવાઇ રહી છે.મધ્યગુજરાતની વાત કરીએ તો પંચમહાલના ગોધરા સહિતા વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.