ગાંધીનગર- ગાંધીનગર જિલ્લામાં રાંધેલા ભોજનની હોમ ડિલીવરી પર ગાંધીનગર કલેકટર ર્ડા.કુલદીપ આર્ય દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારના જાહેરનામામાં ઉલ્લેખ કર્યા પછી સ્વિગી અને ઝોમેટો જેવી ઓનલાઇન ફુડ સર્વિસિઝ દ્વારા સર્વિસ શરૂ કરવામાં આવી હતી પરંતુ એક ડિલિવરી બોયને કોરોના પોઝિટીવ આવતાં તત્કાલ અસરથી આ સર્વિસ બંધ કરાવી દેવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોનો સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે ઝોમેટોમાં ડીલીવરીનું કામ કરતાં યુવાનને કોરોના પોઝિટીવ આવતા જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય દ્વારા સંક્રમણ વધતું અટકાવવા માટે ગાંધીનગર જિલ્લામાં રાંધેલા ભોજનની હોમ ડિલીવરી પર પ્રતિબંધ મૂકયો છે.
આ અંગેના જાહેરનામાં જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ઝોમેટો, સ્વીગી, ઉબેર, ઇટ, ફૂડ પાંડા, ડોમીનોઝ અને રેસ્ટોરન્ટ દ્વારા આપવામાં આવતી તમામ વસ્તુઓની હોમ ડીલીવરી કરતી કંપનીના ડીલીવરી બોય દ્વારા તેનું વેચાણ કરવામાં આવે છે. આ કંપનીઓના ડીલીવરી બોય મોટી સંખ્યામાં અવરજવર કરતા હોવાથી સુપર સ્પ્રેડર થવાની શક્યતાઓ રહેલી છે. તેથી કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે આવી તમામ કંપનીઓ જે ડીલીવરી બોય દ્વારા હોમ ડીલીવરી કરે છે તેના પર પ્રતિબંધિ મુકવાનું જણાવ્યું છે. આ હુકમનો અમલ 5 થી 19મી મે સુધી કરવાની રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લધન કરનાર સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ- ૫૧ થી ૫૮ તથા ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ – 1973 ની કલમ- 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી અથવા હેડ કોન્સ્ટેબથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી અને કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યો છે.

Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.