ભારતમાં કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા તમામ લોકોને સાવચેતી રાખવા માટેના આદેશ આપી રહી છે. ત્યારે કોરોના વાયરસના ભયને લઈ નેતાઓમાં પણ હેવ ફફડાટ જોવા મળી રહ્યો છે જેથી મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના તમામ નેતાઓને કોરોના વાયરસથી બચવા માટે દવા આપવામાં આવી છે.
ભયજનક કોરોનાં વાયરસે અત્યાર સુધી લાખો લોકોને ચપેટમાં લઈ લીધા છે અને તેમાંથી હજારો લોકોના મોત પણ થઈ ગયા છે. આ વાયરસના પગલે ભારત સરકારે તમામ વિદેશથી આવતી ફલાઈટોને થોડાક સમય માટે રદ્દ પણ કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે, ભારત દેશમાં કોરોના ફકત શંકાસ્પદ કેસો જ જોવા મળ્યા છે હજી સુધી કોઈ પણ કેસ નેગેટિવ સામે આવ્યો નથી. હવે આ વાયરસને લઈને સચિવાલય ખાતે પણ સાવચેતીનાં પગલાં લેવાયા છે. કોરોનાં વાયરસને લઇને મુખ્યમંત્રીથી લઇને મંત્રીમંડળમાં સ્ટાફ અને તેમનાં પરિવારજનો માટે ખાસ હોમિયોપેથિક દવા આપવામાં આવી છે. તમામ કર્મચારીઓને હોમીયોપેથિક દવા આર્સેનિક આલ્બમ 30 પોટેશિયમ દવા આપવામાં આવી છે. હોમિયોપેથિ ઉપચારમાં આર્સેનિક આલ્બમ 30 પોટેશિયમ દવાનો ઉપયોગ ફલૂ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે કરાય છે.