ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ છાત્રાલયમાં 68 છોકરીઓનાં આંતરિક કપડા ઉતારવા બાબતે મુખ્યમંત્રીએ નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે કહ્યું, ‘ત્યાં જે કંઈ પણ થયું, સરકારે તે ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે. ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગને કડક કાર્યવાહી કરવા ઓર્ડર અપાયા છે. ગઈકાલે તેની એફઆઈઆર પણ નોંધાઈ હતી.
ઉપરોક્ત હોસ્ટેલમાં રહેતી યુવતીઓએ તેમની સાથે થયેલા ગેરવર્તન અંગે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે વોર્ડન અને આચાર્યએ અમને (68 વિદ્યાર્થીઓને) એક લાઇનમાં ઉભા રાખીને અપમાનિત કર્યા. આંતરિક કપડા કાટીને તપાસ કરવામાં આવી હતી. કથિત રીતે આવુ એટલા માટે કરવામાં આવ્યુ, જેથી એ ખબર પડી શકે કે તે માસિક ધર્મમાં છે. વિદ્યાર્થીઓનાં સામુહિક વિરોધની તસવીરો સામે આવ્યા બાદ આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો હવે કોલેજ વહીવટને લઇને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.