ગુજરાતમાં હાલ છેલ્લા એક અઠવાડિયામાં જ પ્રવાસી બસના અકસ્માતની બે ઘટનાઓ બની છે અને તેમાં ઘણા બાળકોના મોત નિપજ્યા છે. આ સાથે હજી ઘણા બાળકો સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટનાને પગલે અકસ્માત રોકવા માટે સરકારે આ એક મોટો નિર્ણય કર્યો છે.
આજ રોજ ગુજરાત સરકારે પ્રવાસ માટે ફરતી બસો અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં પ્રવાસને લગતા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસમાં થતા અકસ્માત રોકવા માટે રાતના 11 વાગ્યાથી સલારના 6 વાગ્યા સુધી પ્રવાસ કરી શકાશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.