મુખ્યમંત્રી રૂપાણીના અધ્ય સ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાતની આખરી તૈયારીઓને લઇને બનાવેલા એક્શનમાં પ્લાન વિશે ચર્ચા વિચારણા થશે, સાથે તેની સમીક્ષા પણ કરવામાં આવશે. એવું કહેવાય છે કે, આ વખતે રાજ્યમાં ઓછા પડેલા વરસાદના કારણે અછતગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
આ સિવાય ખેડૂતોએ શિયાળામાં વાવેતર કરેલી ડૂંગળી અને લસણના ભાવ મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ મગ, અડદ, તુવેર, મગફળીની ખરીદી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગામી સમય માટે કરવામાં આવેલ આયોજનો અને યોજનાઓના અમલીકરણ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.