ગુજરાતમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે. તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ અંગે તંત્ર અને સરકાર સંપૂર્ણ સજ્જ હોવાની વાત કરી હતી.
રવિવારે રાજ્યની તમામ એસટી બસો સહિત ટ્રાન્સપોર્ટ સેવા બંધ રહેશે. તમામ લોકો બંધ પાળે તેવી મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને અપીલ કરી હતી.
આઠ દિવસ સુધી સરકારી કચેરીના કામનું ભારણ ઓછું કરવાનું કહેવામાં આવ્યું. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે એસટી બસોને પણ સેનેટાઇઝરથી સાફ કરવામાં આવી.
સાથે સાથે મહારાષ્ટ્રમાંથી આવતી બસોની ફ્રિકવન્સી ઘટાડવામાં આવી છે. તંત્ર બધી રીતે સજ્જ છે. લોકોને ગભરાટ ન કરવાની સીએમએ અપીલ કરી છે. શિસ્તને અનુસરીને સાવચેતીના પગલા ભરવા પણ જણાવ્યું હતુ. સરકાર દિવસ રાત ચિંતા કરી રહી છે. શંકાસ્દ કેસીનો તપાસ અને સ્ક્રીનીંગ કરાયુ. જિલ્લાની બોર્ડરો પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.