ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમા રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન જાહેર થયેલા અનલોક-1ની આ છેલ્લી કેબિનેટ બેઠક છે..આજની બેઠકમાં સૌથી મહત્વના મુદ્દા તરીકે અનલોક-2 અંગે ચર્ચા થઈ શકે છે.
અમદાવાદ અને સુરતમાં વધતા કોરોનાના કેસને લઈને પણ બેઠકમાં સમીક્ષા હાથ ધરાશે..આ ઉપરાંત કોવિડ લેબોરેટર ટેસ્ટિંગના ભાવ વધારા મુદ્દે ચર્ચા થઈ શકે છે.આઠ બેઠકો પર યોજનારી પેટા ચૂંટણી, મનપા વિસ્તારની વધારવામાં આવેલી હદ અને તે અંગેના ફાયદા પર પણ વિચારણા થશે. આ ઉપરાંત અન્ય નગરપાલિકા વિસ્તારના હદ વધારવા માટે પણ વિચારણાં હાથ ધરાશે.