દેશની કેટલીક મોટી ગેસ સપ્લાઇ કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમેટિડે એ નેચરલ ગેસ સસ્તી થવાથી CNG અને પીએનજીની કિમતોમાં કાપ કર્યો છે. દિલ્હીમાં સીએનજીની કિંમતમાં 3.20 રૂપિયા પ્રતિકિલોનો કાપ કર્યો છે, નવી કિંમતો શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગૂં થઇ જશે. દિલ્હીમાં હવે તેઓ 42 રૂપિયા કિલો સીએનજી મળશે. ગુજરાતમાં સીએનજી સૌથી વધારે એટલે કે, 55થી 61 રૂપિયા સુધી વેચાઇ રહ્યું છે. જેમાં કાલથી ગુજરાતીઓને થોડી રાહત થશે.
અસલમાં કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદિત પ્રાકૃતિક ગેસના વેચાણ મૂલ્યાં મંગળવારે 26 ટકાનો કાપ કર્યો હતો અને આવી રીતે 2014માં ઘરેલી ગેસના મૂલ્ય નિર્ધારણ ફોર્મૂલા આધારિત બનાવ્યા પછી કિંમતમાં ઘટાડો થઇ ગયો છે.
જ્યાર પછી તે આશા કરવામાં આવી રહી હતી કે, ગેસ સપ્લાઈ કરનાર કંપનીઓ ટૂંક જ સમયમાં ગ્રાહકોને કિંમતોમાં રાહત આપશે. જોકે, આનાથી ઓએનજીસી જેવી ગેસ ઉત્પાદન કંપનીઓની આવકમાં ભારે ઘટાડો થવાની આશંકા છે.