Community Wedding Donation : સમુહલગ્નમાં અનોખું યોગદાન: કચ્છના ઉદ્યોગપતિનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન, રૂ. 11 લાખનું દાન આપી સેવાકીય કાર્યમાં મોખરે!
બાબુભાઈ ભીમાભાઈ હૂંબલ દ્વારા 11 લાખનું દાન, મુખ્યમંત્રીના હસ્તે સન્માન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 189 નવયુગલને મંગલમય જીવનની શુભકામનાઓ આપી
કચ્છ, સોમવાર
Community Wedding Donation : કચ્છ આહીર સમાજના પ્રતિષ્ઠિત સભ્ય, બાબુભાઈ ભીમાભાઈ હૂંબલ, સામાજિક સેવા ક્ષેત્રે સતત કાર્યરત છે. હાલમાં, સુરતના ગોડાદરા ખાતે આહીર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 31માં સમૂહલગ્ન સમારોહમાં તેમણે 11 લાખ રૂપિયાનું દાન આપીને સન્માન પ્રાપ્ત કર્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને 189 નવયુગલને મંગલમય જીવનની શુભકામનાઓ આપી.
સમૂહલગ્નના પ્રસંગે, સામાજિક ક્ષેત્રે અગ્રેસર અને ભુજોડી આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ ભીમાભાઈ હૂંબલ દ્વારા 11 લાખનું દાન આપવામાં આવ્યું હતું, જેને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું. આ અવસર પર ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, રાજ્ય મંત્રી અને કચ્છ જિલ્લાની જવાબદારી પામેલા પ્રફુલ્લભાઈ પાનશેરિયા, રઘુભાઈ હૂંબલ, ઉદયભાઈ કાનગડ, પ્રવીણભાઈ ઘોઘારી, સંગીતાબેન પાટિલ, ત્રિકમભાઈ છાંગા, રણછોડભાઈ હડિયા, જીતુભાઈ કાછડ, દેવજીભાઈ વરચંદ અને અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે, સમૂહલગ્ન સમારોહનો આભાર વ્યક્ત કરતા, તમામ સાથી-સંસ્થાઓએ સેવા કાર્યોના મહત્વને ઉજાગર કરવું અને સમાજ માટે યોગદાન આપનાર લોકોને પ્રસંશિત કરવાનું પ્રદાન કરાયું.