લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ બે ઉમાદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે નવસારીથી ધર્મેશ પટેલ અને કચ્છમાં નરેશ મહેશ્વરને ટિકિટ આપી છે.
મહત્વનું છે કે,ભાજપ દ્વારા પણ નવસારી અને કચ્છના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભાજપે નવસારીમાં સી.આર.પાટીલને અને કચ્છમાં વિનોદ ચાવડાને ટિકિટ આપી છે.
ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં નવસારીમાં ધર્મેશ પટેલ અને સી.આર.પાટીલ વચ્ચે તેમજ કચ્છમાં નરેશ મહેશ્વર અને વિનોદ ચાવડા વચ્ચે જંગ જામશે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે-તે વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આજરોજ વધુ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.