ગત મોડી રાતે કોંગ્રેસની ઉમેદવારોની વધુ એક યાદી જાહેર થઈ હતી. જેમાં થી ગુજરાતની એક માત્ર બેઠક એવી મહેસાણાના ઉમેદવારની જાહેરાત કરી. એ.જે પટેલ જાણીતા બિઝનેસમેન પણ છે. અને તેઓ પાટણ જિલ્લા પંચાયતા પમુખ તરીકે ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા વર્ષ 2002માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. જોકે અપક્ષ ચૂંટણીમાં હાર્યા બાદ ફરી એક વખત તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તેઓએ 25 વર્ષ સુધી સિનિયર ક્લાસ વન અધિકારી તરીકે ઈન્ડસ્ટ્રીયલ વિભાગમાં સેવા પણ આપી છે.
આ સિવાય કોંગ્રેસે અન્ય 8 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી હતી. જેમાં મહેસાણાની બે સીટ અને રાજસ્થાનની 6 સીટ પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક બેઠક ગુજરાતની હતી.