લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ સહિતના તમામ પક્ષ છેલ્લી ઘડીએ જે તે બેઠકના ઉમેદવારના નામ જાહેર કરી રહ્યા છે. આ અંતર્ગત કોંગ્રેસે ગુજરાતના વધુ 6 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ખેડા અને સુરત સીટ પર પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં બનાસકાંઠાથી પરથી ભટોળ, સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોર, અમરેલીથી પરશ ધાનાણી, ભાવનગરથી મનહર પટેલ, ખેડાથી બિમલ શાહ અને સુરતથી અશોક અદેવડાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.