ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે પછીના ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સીસમાં પ્રવેશ માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવા ટેકનિકલ કોલેજોના સંચાલકોના મંડળની સરકાર સાથે બેઠક મળી હતી.જેમાં આ વર્ષે કોરોનાને પગલે ઈજનેરીમાં 45ને બદલે 40 ટકાએ પ્રવેશ આપવા કાઉન્સિલ સમક્ષ ફરી રજૂઆત કરવા અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં 50 ટકા ફી માફી માટે 80 પર્સન્ટાઈલનો માપદંડ ઘટાડી 60 પર્સેન્ટાઈલ સુધી કરવા સરકાર સમક્ષ માંગ કરવામા આવી હતી. રાજ્યમાં આવેલી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના એસોસિએશનની શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં ટેકનિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં રજૂઆત કરવામા આવી હતી કે સરકાર ફરીવાર એઆઈસીટીઈ સમક્ષ ઈજનેરીમાં પ્રવેશ માટેનો 45 ટકાનો ક્રાઈટેરિયા ઘટાડી 45 કરવા માટે દરખાસ્ત કરે.
- આ વર્ષે પરિણામ પણ ઘણુ નીચુ આવતા બેઠકો ખાલી રહે તેમ હોવાથી બેઠકો ભરાય અને બંધ થનારી કોલેજોની સંખ્યા ઘટે તે માટે કોલેજો તરફથી સરકારને અનેક વિવિધ મુદ્દે રજૂઆત કરવામા આવી હતી.
- 1) આ વર્ષે આર્થિક સ્થિતિને ધ્યાને રાખી એમવાયએસવાય યોજનામાં 60 ટકા તેથી વધુ પર્સેન્ટાઈલવાળા વિદ્યાર્થીઓને 50 ટકા સુધી ફી માફી આપવામાં આવે.
- 2) રિઝલ્ટ જાહેર થઈ ગયા હોવાથી ડિગ્રી-ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયા તાકીદે શરૂ કરવા સાથે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામા આવે
- 3) આ વર્ષે એક જ ઓનલાઈન રાઉન્ડ કરી ખાલી બેઠકો કોલેજોને ભરવા સોંપી દેવામા આવે.
- 4) આ વર્ષે એડમિશન કમિટી દ્વારા એડમિટેડ બેઠકોનું પ્રમાણિત લિસ્ટ જાહેર કરાયે ત્યારે મેનેજમેન્ટ કવોટા, એનઆરઆઈ ક્વોટા અને સ્ટેટ ક્વોટા સિવાયના અન્ય કોઈ ક્વોટમાં વર્ગિકરણ કરવામા ન આવે.
- 5) ખાલી બેઠકો પરના પ્રવેશ સયમે એડમિશન ઓન વેકેન્ટ સીટ્સ અંડર મેનેજમેન્ટ ક્વોટા તરીકે દર્શાવાય.
- 6) કોલેજો દ્વારા એવી પણ માંગ કરાઈ છે કે સ્ટાફનો પગાર કરવા માટે સરકાર દ્વારા બે ટકાના દરે લોન આપવામા આવે અને સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહતે પેકેજમાં કોલેજોને પણ સમાવવામા આવે.
A1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના
A-1 ગ્રેડ મેળવવામાં સુરત કેન્દ્રએ બજી મારી છે. સુરતના 189 વિદ્યાર્થીઓએ 522માંથી સૌથી વધુ A-1 ગ્રેડ મેળવ્યો છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020ની ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રાજ્યનું કુલ 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં 80.66 ટકા સાથે સુરત જિલ્લો નવમાં સ્થાન પર રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. રાજ્યના કુલ 522 A-1ગ્રેડના વિદ્યાર્થીઓ પૈકી 189 વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં A-2 ગ્રેડમાં રાજ્યમાં સૌથી વધુ 2614, B-1 ગ્રેડમાં 5941, B-2 ગ્રેડમાં 8994, C-1 ગ્રેડમાં 10043, C-2 ગ્રેડમાં 6006, D ગ્રેડમાં 462, E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં નવમાં ક્રમે રહ્યો છે.