ગુજરાતમાં અનલોકનાં તબક્કામાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસો આજે સૌથી વધારે નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં વધુ 615 કેસો નોંધાયા છે. જેની સામે કુલ 18 દર્દીઓનાં મોત નિપજ્યા છે. તો સામે 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 30773 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1790 અને ડિસ્ચાર્જનો કુલ આંક 22417 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 184 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 379 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 22,417 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.