સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ ભીડવાળા સ્થળો પર સાવચેતીના મોટા મોટા બેનરો પણ મારી દેવામાં આવ્યા છે. જયારે હજી સુધી ગુજરાતમાં એક પણ કેસ કોરોનાનો પોઝેટીવ જોવા મળ્યો નથી. તે પહેલા તો સરકારે 1500થી વધારે હોટલોને ગન થર્મલ વસાવવાનો આદેશ આપી દીધો છે. ગુજરાતમાં તમામ કેસો શંકાસ્પદ જોવા મળતા જ સરકારે કરોડો રુપિયાનો ધુમાડો કરી દીધો છે.
રાજય સરકાર ભયજનક કોરોના વાયરસ સામે લડવા એલર્ટ થઈ ગયું છે અને તમામ પ્રકારની સાવેચતી રાખવા માટે પણ લોકોને આદેશ આપી દેવામાં આવ્યા છે. શું કરવું અને શું ન કરવું તે બાબતની ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરી દેવામાં આવી છે. વિદેશથી આવી રહેલા તમામ લોકોનું અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. મેડિકલ ટીમને 24 કલાક સ્ટેન્ડ બાય રહેવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જે પણ માણસ વિદેશથી આવતા અને મેડિકલ તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં દેખાય છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિચલ ખસેડવામાં આવે છે.