પાટણ જિલ્લામાં કોરોના દિવસેને દિવસે બેફામ ગતિએ વધી રહ્યો છે. જેને કારણે હાલમાં પાટણ જિલ્લાની સ્થિતિ જોતા ટુંક સમયમાં બનાસકાંઠા જિલ્લાને કોરોનાના કેસોમાં પીછો છોડી મુકે તો નવાઈ નહિ. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી પાટણ શહેરમાં જ કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપી વધી રહ્યું છે. જેને લઈ શહેરમાં પોઝિટિવ આંક ૫૩ પર પહોંચી ગયો છે. બુધવારે પાટણ શહેરમાં ૩ કેસ જ્યારે ચડાસણા ગામમાં એક કેસ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ ૧૨૫ કેસ પોઝિટિવ નોંધાયા છે.
જેમાં પોઝિટિવ આવેલ ૬૫ વર્ષીય વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પાટણ શહેરમાં ૮ મોત જ્યારે જિલ્લામાં કુલ ૧૨ લોકોને કોરોના ભરખી ગયો છે. જેને લઈ શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ પાટણ શહેરમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં દિનપ્રતિદિન સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં પ્રતિદિન શહેરમાં કોરોનાના ત્રણ ત્રણ કેસો નોંધાઈ રહ્યા છે. બુધવારે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું કે હવે દેશમાં લોકડાઉન કરવામાં આવશે નહિ. જેને કારણે અફવાથી દૂર રહેવાનું જણાવ્યું હ