અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને હવે કેસો સતત 500ને પાર નોંધાઈ રહ્યા છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 514 કેસ નોંધાયા હતા અને 28 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 339 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 24104 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1506 થયો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 16672 થયો
કોરોનાને નાથવા માટેના રાજ્ય સરકારના તમામ પ્રયાસો કારગર સાબિત થઇ રહ્યા નથી. દરમિયાન રાજ્યમાં ઓછા ટેસ્ટ થઇ રહ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. અનલોક હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ યોગ્યરીતે થઇ રહ્યું નથી. નિષ્ણાતોનું માનવું છે કે શાકભાજી અને ફ્રૂટ્સની લારીઓ દ્વારા સંક્રમણનું સ્પ્રેડિંગ વધુ થઇ રહ્યું છે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 31 જુન પછી રાજ્યમાં ફરી લોકડાઉનની શક્યતા નકારી કાઢી છે.