એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી બાદ હવે કોરોનાનો એક પણ દર્દી દાખલ થયો નથી. અત્યાર સુધીમાં, આ મહામારીમાં 45000 થી વધુ દર્દીઓએ સિવિલ મેડિસિટીની 1200 બેડની હોસ્પિટલમાં ઈલાજ હેતુ દાખલ કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ એક ન્યૂઝ એજેંસીને જણાવ્યું હતું કે કોરોનાકાળના 555 દિવસમાં બાદ 1200 બેડની હોસ્પિટલ કોરોના દર્દીઓ મુક્ત થઈ આજે એક પણ કોરોના દર્દી હોસ્પિટલમાં નથી. તેમણે કહ્યું કે છેલ્લા કોરોના દર્દીને ગુરુવારે બપોરે રજા આપવામાં આવી હતી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સમયગાળા દરમિયાન, એક લાખથી વધુ લોકો કોરોનાની ઓપીડીમાં આવ્યા છે અને લગભગ 45000 દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કોરોનાની હાલતમાં સુધારાને કારણે છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાના માત્ર શંકાસ્પદ દર્દીઓ હતા. પરંતુ ગુરુવારે અહીં એક પણ દર્દીને દાખલ કરવામાં આવ્યો ન હતો.
નોંધનીય છે કે એપ્રિલ અને મે મહિનામાં, હોસ્પિટલમાં પથારી પણ ઉપલબ્ધ નહોતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ સુધરી રહી છે. જો કે, તેમણે કહ્યું કે દર્દીઓ માટે બેડને અનામત રાખવામાં આવી છે જો કોરોના દર્દીઓ આવે છે, તો તેમના માટે અલગ બેડ રાખવામાં આવ્યા છે.