ગુજરાતમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ સામે આવતાં જ સરકારે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે ગુજરાતમાં કોરોના વાયરસના સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદ ગુજરાતમાં હવે સરકારી ઓફિસોમાં માત્ર એપોઈન્ટ બાદ જ પ્રવેશ અપાશે, એપાઈટમેન્ટ વગર પ્રવેશ નહીં આપવામાં આવે. તો મહેસૂલ વિભાગે પણ નિર્ણય કરતાં જણાવ્યું છે કે, રાજ્યના તમામ જનસેવા કેન્દ્રો એક અઠવાડિયા સુધી બંધ રહેશે.
તો અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીવીક સેન્ટર અને જનસેવા કેન્દ્રો જનતા માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નાગરિકો ઓનલાઈન સુવિધા મારફતે જન સેવા કેન્દ્રોમાં લગતી કામગીરીનો ઉપયોગ કરી શકશે. તો અમદાવાદ કલેક્ટર કચેરીમાં પણ જનસેવા કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે. તો અમદાવાદ કોર્પોરેશન વિદેશથી આવેલાં ઘરમાં ક્વોરન્ટીન લોકોનાં કચરો એકત્રિત કરશે અને બાયો મેડિકલ વેસ્ટ કલેક્શનને સોંપશે. તો સાથે જ CPCBની ગાઈડલાઈન અનુસાર આ કચરાનો નાશ કરવામાં આવશે.