કોરોનાના સતત વધતા જતા કહેરને જોતા તમામ આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસને કારણે વિશ્વ પ્રતિષ્ઠિત IIM અમદાવાદ ખાતે વાર્ષિક પદવીદાન સમારંભ રદ્દ કરવામાં આવ્યો છે. 21 માર્યે યોજાનારા પદવીદાન સમારંભને આઇઆઇએમ અમદાવાદ દ્વારા રદ્દ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.. રાજ્યમાં કુલ 65 કેસ શંકાસ્પદ કોરોનાના નોંધાયા હતા. જો કે તે પૈકી 63 રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને એક પ્રકારે હાશકારો થયો છે. 2 લોકોનાં રિપોર્ટની હજી રાહ જોવાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, WHO દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી દેવામાં આવી છે. જેના પગલે ભારત સરકાર દ્વારા વાઇરસનાં ખતરાને ખાળવા માટે 15 એપ્રિલ સુધી ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન ફ્રાંસ, સ્પેન અને જર્મનીનાં પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.