કોરોના વાયરસના ભયને કારણે આજે સમગ્ર વિશ્વમાં ભય વ્યાપી ગયો છે ત્યારે ત્યારે વડોદારાની એસ એસ જી હોસ્પિટલ ખાતે લોકોનો ટોળું ઉમટી પડ્યું હતું. કોરોના વાયરસના ચેક-અપ માટે લોકો લાંબી કરતારમાં જોવા મળ્યા હતા. આઈસોલેશન વોર્ડની બહાર પણ લોકોની લાંબી લાઈન લાગી છે.
કોરોના વાયરસનો ડર હવે ગુજરાતમાં પણ પ્રસરી રહ્યો છે. શરદી અને વાયરલ ઈન્ફેક્શન થયું નથી કે લોકો કોરોના થયો એમ વિચારીને ચેક-અપ કરાવવા પહોંચી જાય છે. આજે વડોદરામાં પણ એસ એસ ડી હોસ્પિટલમાં કંઈક આવા જ દશ્ય સર્જાયા હતા. લોકોએ ભયના માર્યા ચેક-અપ કરાવવા માટે લાઈનો લગાવી છે. જો કે હાલ ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝેટીવ કેસ નોંધાયો નથી. તેથી લોકએ ગભરાવવાની જરૂર નથી